


વાંકાનેરના ઉદ્યોગપતિને એક કરોડની ખંડણી મામલે કાર આગળ વિસ્ફોટ કરી ફોન પર ધમકી આપવા મામલે એસઓજી ટીમે બંને આરોપીને ઝડપી લીધા બાદ કોર્ટમાં રજુ કરતા બંને આરોપીને સાત દિવસના પોલીસ રિમાન્ડ આપવામાં આવ્યા હતા જેમાં પોલીસે રિમાન્ડ દરમિયાન બાઈક અને વાયર કબજે કર્યા છે .
મોરબીમાં રહેતા પ્રવીણભાઈ વલ્લભભાઈ પટેલ નામના ઉદ્યોગપતિને દોઢ માસ પૂર્વે કાર નજીક વિસ્ફોટક પદાર્થ ફૂટ્યો હતો અને બાદમાં તેણે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં ફોન કરનાર શખ્શે જણાવ્યું હતું કે આટલી જ વાર લાગે તને અને તારા પરિવારને મારી નાખીશ કહીને એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી જે ફરિયાદ બાદ એસઓજી ટીમે બંને અઆરોપી આરોપી હિતેશ જસમત ગામી (ઊવ ૩૬) અને ઘનશ્યામભાઈ કચરાભાઈ વરમોરા (ઊવ ૪૩) રહે. બંને નવી પીપળી ગામ વાળાને મોરબી માળિયા ચાર રસ્તા નવા બનેલ પુલ પાસેથી ઝડપી લઈને મોટરસાયકલ જીજે ૦૩ સીજે ૯૪૨૧ કીમત ૧૫ હજાર અને બે મોબાઈલ કીમત ૧૦ હજાર રૂપિયા સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો અને આરોપીઓને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરાતા કોર્ટે બંને આરોપીને સાત દિવસના પોલીસ રિમાન્ડ પર સોપ્યા હતા જેમાં પોલીસે બને આરોપીઓ પાસેથી એસ.ઓ.જી. ની ટીમે એક બાઈક અને બ્લાસ્ટમાં ઉપયોગ થયેલો વાયર પણ કબજે કર્યો છે અને હજુ પણ કાર્યવાહી ચાલુ છે

