મોરબીમાંથી ૯૦ હજારની જાલી નોટો સાથે યુવાન ઝડપાયો

લોકસભાની ચુંટણી નજીક હોય ત્યારે મોરબી જીલ્લા પોલીસ ગેરકાયદેસર પ્રવુતિ રોકવા માટે સતત કાર્યરત હોય દરમિયાન મોરબીના નવલખી રોડ પર આવેલ સેન્ટમેરી સ્કુલ નજીકથી એક શખ્સને જાલી નોટો સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પી.આઈ. એસ.એન.સાટી અને જે.એમ.આલની સુચનાથી એસ.ઓ.જી. ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના નવલખી રોડ પર આવેલ સેન્ટમેરી સ્કુલ નજીક રેલ્વે પાટા પાસેથી આરોપી મનીષ મંગળભાઈ પટેલ(ઉ.૩૧) રહે-હાલ કૃષ્ણનગર-૨,વાવડી રોડ મોરબી તથા મૂળ- સોખડા મહેસાણા વાળાને ભારતીય બનાવટની જાલી નોટો રૂપિયા ૨૦૦૦ દરની નંગ-૪૦ અને રૂપિયા ૧૦૦ ના દરની નંગ-૧૦૦ મળી કુલ જાલી નંગ-૧૪૦ કીમત રૂ.૯૦,૦૦૦ સાથે મો.સા. કીમત રૂ.૨૦,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એસ.ઓ.જી ટીમની આ સફળ કામગીરીમાં અનિલભાઈ ભટ્ટ, શંકરભાઈ ડોડીયા, કિશોરભાઈ મકવાણા, ફારૂકભાઈ પટેલ, ઈશ્વરભાઈ કલોતરા, પ્રવીણસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ જીલરીયા અને પ્રિયંકાબેન પૈજાએ કરેલ છે.  

Comments
Loading...
WhatsApp chat