Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેરમાં ફરી ગાંજો ઝડપાયો, રહેણાંક મકાનમાં દરોડો કરી પોલીસે ૫ કિલોથી વધુનો જથ્થો ઝડપી લીધો 

 

રીપોર્ટ : મયુર ઠાકોર

વાંકાનેરની મેસરિયા ચેક પોસ્ટ પાસેથી તાજેતરમાં ચાર કિલો ગાંજા સાથે ત્રણ આરોપીને ઝડપી લીધા હતા જે આરોપીઓ હાલ રિમાન્ડ હેઠળ હોય ત્યારે શહેરના માર્કેટ ચોક વિસ્તારના રહેણાંક મકાનમાં દરોડો કરીને પોલીસ ટીમે ૫ કિલોથી વધુનો ગાંજો ઝડપી લીધો છે

વાંકાનેર શહેરમાં માર્કેટ ચોક પાસે નાગરિક બેન્ક સામેની શેરીના મકાનમાં ગાંજાનો જથ્થો હોવાની બાતમીને પગલે એસઓજી ટીમ અને સ્થાનિક પોલીસ ટીમે દરોડો કર્યો હતો જેમાં રહેણાંક મકાનમાંથી ૫ કિલો કરતા વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હોય જેથી પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી લઈને આરોપીની અટકાયત કરી છે જે અંગે હાલ પોલીસ કાર્યવાહી કરી રહી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે

તો વાંકાનેર પંથકમાં સપ્તાહના સમયમાં બીજી રેડમાં ગાંજાનો ૫ કિલો જથ્થો ઝડપાયો છે અગાઉ ૪ કિલો ગાંજો ઝડપાયો હતો જે આરોપીના રિમાન્ડ પણ ચાલી રહ્યા છે ત્યારે વધુ એક ગાંજાનો જથ્થો ઝડપાતા વાંકાનેર પંથકમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી કેટલા મોટા પ્રમાણમાં ચાલી રહી છે તેનો અંદાજ પણ લગાવી સકાય છે

Comments
Loading...
WhatsApp chat