


ભારત દેશમાં વધતી જતી બળાત્કારની ઘટનાઓથી સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને સ્ત્રી પરના અત્યાચાર રોકવા માટે દેશભરમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લામાં પણ આવી ઘટનાઓના વિરોધમાં આજે કેન્ડલ માર્ચ યોજાશે જેમાં નગરજનો જોડાશે.
તાજેતરમાં જમ્મુ કાશ્મીર અને યુપીમાં ઘટેલી દુષ્કર્મની ઘટનાઓએ સમગ્ર દેશને ઢંઢોળી નાખ્યો છે તો આવી ઘટનાના વિરોધમાં સામાન્ય લોકોથી લઈને સેલીબ્રીટીઓ પણ રસ્તા પર ઉતરી આવી છે અને ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે આ ઘટનાની પ્રતિક્રિયા રૂપે આજે તા.17/4/2018ના સાંજે 6-30 કલાકે વાંકાનેરના ગ્રીનચોક ખાતે એક કેન્ડલ માર્ચનુંનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રીરામ રહીમ એકતા ગ્રુપ, શ્રી કન્યા ગ્રુપ, જય ભીમ યુવા ગ્રુપ, કે.જી.એન.મોમીન મહામંડલ, શ્રી રોહિદાસ વંશી સમાજ સેવા મંડળ, શ્રી મચ્છોમાં નગર સેવા સમિતિ અને એક્ટિવ યુથ કાઉન્સિલ ઓફ વાંકાનેરના સયુંકત ઉપક્રમે આયોજન કારવામાં આવેલ છે. આ પીડીતાઓના ન્યાયની માંગના કાર્યક્રમમાં લોકોને જોડાવાની આયોજકોએ અપીલ કરી છે. અને સર્વસમાજ આ કેન્ડલ માર્ચમાં જોડાય અને સ્ત્રી અત્યાચાર મામલે લોકો જાગૃત બને તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.

