



સાબરકાંઠામાં બાળકી સાથે હેવાનિયત આચરવામાં આવી હોય જે ઘટનાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે અને સૌ કોઈ આં ઘટના પર ફિટકાર વરસાવી રહ્યા છે ત્યારે વાંકાનેરમાં આ ઘટનાના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અને આજે આવેદન પાઠવવામાં આવશે
સાંબરકાઠા જિલ્લા ના ઢુંઢર ગામ મા ગત તારીખ, ૨૮/૦૮/૨૦૧૮ ને શુક્રવારે બનેલ માત્ર ૧૪ મહિના ની બાળકી પર નરાધમે દુષ્કર્મના અનુસધાને વાંકાનેરમાં આજે બપોરે ૩:૩૦ કલાકે વાંકાનેર તાલુકા પંચાયત થી હાઇવે થઈ મેઇન બજાર, મારકેટ ચોક, રાજકોટ રોડ થઈ મામલતદાર કચેરી ખાતે વાંકાનેર શહેર/તાલુકા ના સમસ્ત કોળી ઠાકોર સમાજ બહોળી સંખ્યામાં જોડાઈને આવેદન આપશે તેમ સમાજના અગ્રણી જયેશભાઇ સોમાણી, જયંતીભાઈ ભવાનભાઈ, રણછોડભાઈ માણસુરીયાની યાદીમા જણાવ્યુ છે



