


મોરબી જિલ્લાના ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે જેથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો પરંતુ ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં આજે સાંજના સુમારે ગાબડું પડતા ખેડૂતોમાં રોષ ની લાગણી જોવા મળી હતી
મોરબી તાલુકાના હરિપર કેરાળા નજીકથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં સાંજના સુમારે અસામાજિક તત્વોએ સાઈફન તોડી નાખ્યું હતું.જેથી લાખો લીટર પાણી હરિપર કેરાળા ગામની સીમમાં વેડફાયું હતું.કેનાલમાં સાઈફન તૂટવાથી પાણીનો મોટા પ્રમાણમા બગાડ થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.