

સમગ્ર વિશ્વ જયારે ગ્લોબલ વોમીંગની ગંભીર અસરોનો સામનો કરી રહી છે અને પર્યાવરણને બચાવવા માટે એકમાત્ર રામબાણ ઈલાજ વૃક્ષોના વાવેતર હોય જે અંગે જાગૃતતા લાવવા મોરબી નજીકના બીલીયા ગ્રામ પંચાયત દ્વારા વૃક્ષારોપણની પ્રેરણાદાયી પ્રવૃત્તિ કરવામાં આવી છે.
મોરબી તાલુકાના બીલીયા ગ્રામ પંચાયત દ્વારા બીલીયા ગામને લીલુછમ બનાવવા માટે ગ્રામ પંચાયતે વૃક્ષારોપણ અભિયાન ચલાવ્યું છે અને ગામના સરપંચ કાન્તિલાલ પેથાપરાના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયતના સભ્યોએ હોશભેર વૃક્ષરોપણ કર્યું હતું ગામમાં ૨૭૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને બીલીયા ગામને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો



