મોરબી ટ્રાફિક પોલીસનો સપાટો, ૧૩૧ વાહનો ડીટેઈન કરાયા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

૯૨૮ કેસો કરીને ૧,૭૪,૭૫૦ ની દંડની વસુલાત

        મોરબી જીલ્લામાં વાહન અકસ્માત અને વાહન ચોરીના બનાવો અટકાવવા જુલાઈ માસ દરમિયાન મોરબી જીલ્લામાં અલગ અલગ પોઈન્ટ પર વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ જેમાં ૯૨૮ કેસો કરીને ૧.૭૪ લાખનો દંડ વસુલાયો છે

        મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પીએસઆઈ પી આર વાઘેલાની ટીમ દ્વારા જુલાઈ માસમાં વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જે ઝુંબેશમાં ૩૮૮૭ વાહનો ચેક કરીને ૧૩૧ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે તેમજ ભયજનક રીતે વાહન ચલાવતા ૪૩ ઈસમો, ટ્રાફિક અડચણરૂપ ૨૯, દારૂ પીને વાહન ચલાવતા ૧૦ અને ગેરકાયદેસર હથિયાર સાથે એકને ઝડપી લઈને તેમજ કુલ ૯૨૮ કેસ કરવામાં આવ્યા છે અને કુલ ૧,૭૪,૭૫૦ નો દંડ વસુલવામાં આવ્યો છે  

Comments
Loading...
WhatsApp chat