વૃક્ષારોપણ માટે અભિયાન, SMS કરો એટલે પાલિકાની ટીમ ઘરે આવી વૃક્ષ વાવી જશે !

                              હાલ સમગ્ર વિશ્વ જયારે ગ્લોબલ વોમીંગની અસરોથી પ્રભાવિત છે હાલ પડી રહેલી કાળઝાળ ગરમી પણ પ્રદુષણ અને ગ્લોબલ વોમીંગની જ દેન છે ત્યારે લોકોમાં વૃક્ષારોપણ માટે જાગૃતતા લાવવા માટે મોરબી પાલિકાએ નવતર અભિગમ અપનાવ્યો છે અને એક SMS કરો એટલે નગરપાલિકાની ટીમ ઘરે આવીને વૃક્ષ વાવી આપશે.

                          મોરબીમાં વૃક્ષારોપણ પ્રવૃતિઓને વેગ આપવા અને વધુને વધુ વૃક્ષોના વાવેતર થાય તેવા શુભ આશયથી મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ નવતર અભિયાન શરુ કર્યું છે જેમાં મોરબી નગરપાલિકા તમારા ઘરે આવીને કરશે વૃક્ષારોપણ એ સૂત્ર હેઠળ વૃક્ષારોપણ પ્રવૃતિને વેગ આપવાનો પ્રયાસ કરાયો છે. તમારા ઘરના આંગણામાં ગુલમહોર, વડ, કાશીદ, પીપળો અને ગરમાળો જેવા રોપા વાવવા માટે SMS કરવાનો રહેશે

                      જે SMS માં તમારૂ નામ, કેટલા રોપા રોપાવવા ઈચ્છો છો એની સંખ્યા લખીને મોબાઈલ નં ૯૯૭૮૯ ૧૩૩૦૩ પર SMS કરી દો એટલે મોરબી નગરપાલિકાની ટીમ તમારા ઘરે આવીને વૃક્ષો વાવડી જશે પાલિકાની ટીમ ખાડા ખોદી, ખાતર નાખીને વૃક્ષ વાવી જશે ત્યારે પાલિકાના અભિયાનમાં નાગરિકોએ જોડાવવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

Comments
Loading...
WhatsApp chat