સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિતે મોરબીમાં કોંગ્રેસ દ્વારા છાશ વિતરણ કરાયું  

 

દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિતે આજે નગર દરવાજા ચોક અને જુના બસ સ્ટેન્ડ નજીક છાશ વિતરણ કરવામાં આવ્યું હતું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની સુચનાથી મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જુના બસ સ્ટેન્ડ અને નગર દરવાજા ચોકમાં છાશ વિતરણ કરવામાં આવી હતી કાળઝાળ ગરમીથી લોકોને રાહત આપવા માટે છાશ વિતરણ કરીને પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી

જે પ્રસંગે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ જે પટેલ, તાલુકા પ્રમુખ કે ડી પડસુંબિયા, શહેર પ્રમુખ રાજુભાઈ કાવર, ધર્મેન્દ્ર વિડજા, મનોજ પનારા, દેવેન્દ્રસિંહ જાડેજા, મુકેશભાઈ ગામી, કે ડી બાવરવા, પી પી બાવરવા, રાજુભાઈ આહીર, વિનોદભાઈ ડાભી,  જગદીશ મુછડિયા, ચેતન એરવાડિયા, રજનીશ શીરવી, રવજી સોલંકી, અશ્વિન પરમાર, રોનક પારેખ, જાનમોહમદ ચાનીયા, બાબુ વેરાણા, યુસુફભાઈ, રમેશ જારીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

 

 

Comments
Loading...
WhatsApp chat