જુગારમાં લાખો રૂપિયા હારી જતા ઉઘરાણી મામલે વેપારીને ધમકી

મોરબીના રવાપર કેનાલ રોડ પરની આલાપ સોસાયટીના રહેવાસી આશિષ કાનજી પટેલ નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી કિશોર સંતોકી , રાજુભાઈ પટેલ, ઇદ્રીશભાઈ અને મારાજ નામનો માણસ રહે. બધા મોરબીવાળાઓ સાથે ગત તા. ૦૩ ના રોજ રાત્રીના સાડા દસેક વાગ્યે જુગાર રમવા ગયા હતા મિત્ર કિશોર સંતોકીએ ફોન કરીને રવાપર રોડ સીતારામ ચોકમાં આવો તેમ કહેતા તે ચોકમાં ગયા હતા જ્યાં કિશોર સંતોકી હાજર હોય જેને મને કહેલ કે વાવડી રોડ પર મારા પટેલ ભાઈબંધ છે તેના ઘરે રાંદલ છે ત્યાં આપણે જુગાર રમવા જવાનું છે તેમ કહીને મારો મિત્ર વાવડી રોડ જુગાર રમવા લઇ ગયો હતો જ્યાં એ સિવાયના અન્ય ત્રણ માણસો પણ હાજર હતા જેમાં એકનું નામ રાજુભાઈ પટેલ, અન્યનું મુનાભાઈ અને ત્રીજા મારાજ એમ અમે પાંચેય જુગાર રમવા બેઠા હતા જેમાં જુગારમાં મારી પાસે બ એ લાખ પાત્રીસ હાજર હતા તે હારી ગયો હતો છતાં બધા કહેલ કે તને ઉછીના આપીશું તમે રમો જેથી હું રમવા બેઠો હતો અને આ જુગારની રમતમાં હારતો રહ્યો હતો. આ હારના રૂપિયા પચાસ લાખ થોડીવારમાં જ ચડી ગયા હતા અને રાજુભાઈને મારી પાસેથી પચાસ લાખ રૂપિયા લેવાના નીકળતા હોય આ રૂપિયા જુગારમાં હારી જતા તેઓને કહેલ કે મારે વેત થશે ત્યારે હું આપી દઈશ જેથી ત્યારબાદ ગત તા. ૪ થી રાજુભાઈ પટેલ બોલું છું, પચાસ લાખ જુગારમાં હારી ગયો છે તે આપી દે તેમ કહીને ધમકીઓ આપવા લાગેલ અને તારા ટાંટિયા ભાંગી નાખીશ તેવી ધમકીઓ મળવા લાગી હતી જેથી કંટાળી ગયેલા પટેલ વેપારીએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat