Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના વેપારીએ પોતાની જ બંદુક વડે ગોળી ચલાવી આપઘાત કર્યો

મોરબીના અયોધ્યાપુરી રોડ પરની ઓફિસમાં વેપારીએ પોતાની જ બંદુક વડે ગોળી મારીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. અયોધ્યાપુરી રોડ પરના સતસાંઈ આર્કેડ નામના કોમ્લેો ક્ષમાં બીજા માળે આવેલી ઓફીસમાં સચિન રાયજાદા નામના યુવાન વેપારીએ પોતાની જાતને ગોળી મારીને આપઘાત કર્યો હતો. શહેરના કાયાજી પ્લોટ વિસ્તારના રહેવાસી સચિનભાઈ રાયજા દા જમીન મકાન વેચાણના વ્યવસાય સાથે જોડાયેલા છે જેની બીજા માળે આવેલી ઓફિસમાં આજે બપોરના સમયે તેને પોતાની જ બંદુક વડે ગોળી મારી આપઘાત કર્યો હતો. જોકે ઓફીસ અંદરથી બંધ હોવાથી કોઈને માલૂમ પડ્યું ના હતું અને વેપારીનો પુત્ર ઓફિસ પહોંચ્યા બાદ મામલો પ્રકાશમાં આવ્યો હતો. ઓફિસમાંથી વેપારીની લાયસન્સ વાળી બંદુક મળી આવી હતી તેમજ ઓફિસમાં લોહીના નિશાન પણ જોવા મળ્યા હતા. જોકે વેપારીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણી સકાયું નથી. બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો જેને વિશેષ તપાસ ચલાવી છે તેમજ વેપારીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

Comments
Loading...
WhatsApp chat