Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં આજે ફરી આખલા યુદ્ધ, સાવસર પ્લોટ વિસ્તારમાં આખલાની લડાઈ જોવા મળી

 

મોરબી નગરપાલિકા તંત્ર નગરજનોને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવવા ઢોર પકડવાની ઝુંબેશ ચલાવી રહ્યું છે જે સરાહનીય છે જોકે હજુ પણ અનેક ઢોર પકડવાના બાકી હોય અને આખલા યુધ્ધના દ્રશ્યો સામાન્ય બની રહ્યા છે જેમાં આજે મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આખલા યુદ્ધ જોવા મળ્યું હતું

મોરબી શહેરના હાઉસિંગ બોર્ડમાં ઉપરાઉપરી બે વખત આખલા યુદ્ધના દ્રશ્યો જોવા મળ્યા હતા શાળા નજીક આખલા યુધ્ધના દ્રશ્યોથી ભયનો માહોલ સર્જાયો હતો તો આજે રવિવારે મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આખલા યુદ્ધ જામ્યું હતું બે આખલાની લડાઈ જામી હોય જેથી સ્થાનીકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને તંત્ર તાકીદે રસ્તે રખડતા તમામ ખુંટીયાને પકડી ગૌશાળામાં રાખે તેવી માંગ લોકો કરી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat