મોરબીના નંદીઘરમાંથી પશુ ખસેડી લેતા ખાલી જગ્યામાં પાલિકા માટે સોલર પાવર પ્લાન્ટ બનાવો
કોંગ્રેસ અગ્રણી દ્વારા કરવામાં આવી રજૂઆત




મોરબીના પંચાસર રોડ પર નગરપાલિકા સંચાલિત નંદીઘરમાંથી પશુઓને અન્ય ગૌશાળામાં ખસેડવામાં આવ્યા છે ત્યારે પશુઓ ખસેડાતા ખાલી પડેલ નંદીઘરમાં પાલિકા માટે સોલાર પાવર પ્લાન્ટ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રીએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લાની એ ગ્રેડ નગરપાલિકામાં પૈસાના અભાવે પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપી સકે તેવી હાલતમાં રહી નથી તેમજ રખડતા ઢોર પકડીને નંદી ઘરમાં મુકવામાં આવતા હતા તે પશુઓને પણ અન્ય સ્થળે ખસેડવાનું નક્કી કર્યું છે જેથી નંદી ઘરની નગરપાલિકાની કીમતી જમીન ખાલી થયેલ છે જે જગ્યા કોઈ વગદાર વ્યક્તિના કબજામાં જાય અથવા તો ટોકન દરે ભાડા પેટે લઈને કબજો જમાવે તે પહેલા પ્રજાના હિતમાં નગરપાલિકાને જીઇબીના બીલમાં રાહત મળે તે માટે સોલાર પ્લાન બનાવી નગરપાલિકા પાવર ઉત્પાદન કરે તો ઘણો આર્થિક ફાયદો થઇ સકે તેમ છે
અનેક ગૌચર જમીન વગદાર લોકો પચાવી પાડતા હોય છે અથવા તો ટોકન ભાડે જમીન લઇ લેતા હોય છે જેથી નગરપાલિકા નંદી ઘરની ખાલી જગ્યામાં સોલર પ્લાન્ટ સ્થાપવાની કામગીરી તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે



