કાશ્મીરની નાજુક સ્થિતિને પગલે બુઢા અમરનાથ યાત્રા રદ કરાઈ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        હાલ જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ નાજુક જોવા મળી રહી છે અને અમરનાથ યાત્રા પર હુમલાના ભયથી યાત્રા રોકી દઈને યાત્રીઓને પરત જવાની સુચના આપી દીધી છે ત્યારે ચાલુ માસે યોજાનાર બુઢા અમરનાથ યાત્રા પણ રદ કરવાની સુચના મળી હોવાની માહિતી મળી છે

        ઓગસ્ટ માસમાં સૌરાષ્ટ્રમાંથી વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બુઢા અમરનાથ યાત્રા યોજાતી હોય છે અને યાત્રિકો ટ્રેન મારફત જમ્મુ પહોંચીને ત્યાંથી યાત્રા પ્રારંભ કરતા હોય છે જોકે હાલની સ્થિતિને પગલે યાત્રીકોને કાશ્મીર પ્રવાસ ના કરવાની સરકારે સુચના આપી છે જેને પગલે આગામી દિવસોમાં યોજાનાર બુઢા અમરનાથ યાત્રા પણ રદ કરવામાં આવી છે જેથી સૌરાષ્ટ્રમાંથી બુઢા અમરનાથ જનાર યાત્રિકો જેને ટ્રેનની ટીકીટો બૂક કરાવી હોય તે કેન્સલ કરાવવા માટે સુચના આપવામાં આવી છે બુઢા અમરનાથ યાત્રા અંગે વધુ માહિતી માટે વિશ્વ હિંદુ પરિષદના કમલભાઈ દવે મો ૯૫૯૫૬ ૮૮૮૮૮ પર સંપર્ક કરવા જણાવ્યું છે  

Comments
Loading...
WhatsApp chat