Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જિલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં બજેટ રજૂ કરાશે

મોરબી જિલ્લા પંચાયતની આજે  કારોબારી સમિતિની બેઠક યોજાનાર છે.મોરબી જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન કિશોરભાઈ ચિખલીયા ના અધ્યક્ષ સ્થાને યોજાનાર કારોબારી બેઠકમાં વર્ષ ૨૦૧૮-૧૯ ના બજેટને બહાલી આપવા માટે પ્રસ્તુત કરવામાં આવશે.

મોરબી જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં આજે  બપોરે ૧ કલાકે કારોબારી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન કિશોરભાઈ ચીખલીયાના અધ્યક્ષ સ્થાને વર્ષ ૨૦૧૮-૧૯ નાં અંદાજ પત્રકને બહાલી આપવા માટે રજૂ કરવામાં આવશે.આ તકે જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પંચાયતના સભ્યો સહિતના ઉપસ્થિત રહેશે.

Comments
Loading...
WhatsApp chat