બીએસએનએલમાં શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ એનાયત




ભારત સરકારની ટેલીકોમ કંપની બીએસએનએલ દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહન આપવા તેમજ કામની ગુણવત્તા સુધારવા માટે દર વર્ષે શ્રેષ્ઠ કામગીરી કરનાર કચેરીને એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે મોરબી બીએસએનએલ કચેરીના સબ ડીવીઝન એન્જીનીયર ઠોરીયા અમૃતલાલ કેશવજીભાઇને બીએસએનએલ કંપનીની રાજકોટ ડીવીઝન કચેરી દ્વારા ચાલુ વર્ષે શ્રેષ્ઠ કામગીરી માટેનો એવોર્ડ મળ્યો છે. સબ ડીવીઝન એન્જીનીયર ઠોરીયા અમૃતલાલે સતત બીજા વર્ષે આ સિદ્ધિ મેળવી છે. જેમાં કંપની દ્વારા કામગીરીમાં મુખ્યત્વે વધારે કનેક્શન, વધારે બ્રોડબેન્ડ કનેક્શન ધ્યાનમાં લેવામાં આવે છે.આ ઉપરાંત મીનીમમ કમ્પ્લેનને પણ એવોર્ડ પસંદગી માટે ધ્યાનમાં લેવામાં આવે છે.જયારે ફોલ્ટ સર્જાય તો તુરંત તે રીપેરીંગ કરીને ફરિયાદના નિકાલ સહિતની કામગીરી માટે મોરબી કચેરીને સતત બીજા વર્ષે શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ એનાયત કરાયો છે જેથી સબ ડીવીઝન એન્જીનીયર સહીત કચેરીના સ્ટાફમાં ખુશી છવાઈ છે.

