મોરબી-માળિયાના પાણી સમસ્યા માટે ધારાસભ્યે બ્રિજેશ મેરજા ક્યાં રજૂઆત કરી

મોરબી-માળીયા (મિં) વિસ્તારના પીવાના પાણીના પ્રશ્નો અંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ગાંધીનગર ખાતે પાણી પુરવઠા મંત્રીને તેમજ પાણી પુરવઠા વિભાગને રજુઆત કરી હતી.

મોરબી-માળીયા (મિં) વિસ્તારમાં પીવાના પાણીની સ્થિતિ દિન પ્રતિદિન ક્થળતી જાય છે. લોકો ભરઉનાળામાં વિકટ સ્થિતિનો સામનો કરી રહયા છે ત્યારે પ્રજાના પીવાના પાણીની યાતનાનો તાકીદે અંત લાવવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ગાંધીનગર ખાતે પાણી પુરવઠા મંત્રી પરબતભાઈ પટેલને રજૂઆત કરી છે.જેમાં જણાવ્યું હતું કે મોરબી નગરપાલિકા વિસ્તારમાં જુદા-જુદા વિસ્તારોમાંથી પીવાના પાણીની સમસ્યાઓ અંગે જે ફરિયાદ આવે છે તેનું સમયસર નિરાકરણ લાવવા અને મોરબી તાલુકાના ધરમપુર, ચકમપર, શોખડા, યાળીયા (મિં) તાલુકાના બોડકી, ખીરસરા, નવાગામ, વર્ષામેડી વગેરે તેમ જ માળીયા (મિં) નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની મુશ્કેલી નિવારવા NC-6 પમ્પીંગ સ્ટેશનમાંથી ૨૦૫ MLD પાણી તાકીદે આપવા

તેમજ માળીયા (મિં) નગરપાલિકાની નબળી આર્થિક સ્થિતિ ધ્યાને લઈ રૂ[.૨૮,૮૦,૦૦૦ની એડવાન્સ રકમ ભરવામાં પાણી પૂરવઠા બોર્ડ રાહત આપવામાં આવે.તેમજ માળીયા (મિં) તાલુકા માટે અલગ સબડિવિઝન ફાળવવા અને મોરબી માળીયાના પીવાના પાણીના જુદા-જુદા પ્રશ્નો માટે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ ધોળકીયા, પાણી પુરવઠા સચિવ જે. પી. ગુપ્તા તથા  રાજકોટ ખાતેના ઝોન-૩ના મુખ્ય ઈજનેર પટેલ સમક્ષ રજુઆત કરી આ સમરયાઑનું સમય મર્યાદામાં નિરાકરણ લાવવા ખાસ તાકીદ કરી હતી.

 

Comments
Loading...
WhatsApp chat