


ખેડૂતોને કંગાળ સ્થિતિમાંથી ઉગારવા માટે જીલ્લા કોંગ્રસ પ્રમુખ બ્રિજેશ મેરજા દ્વારા માંગણી કરવામ આવી છે કે ગુજરાત અને કેન્દ્રમાં જ્યારથી ભાજપની સરકાર આવી ત્યારથી ખેડૂતો પર માઠી બેથી છે.ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી તેથી ધરતીપુત્રોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું કપરૂં બન્યું છે.છતાં પણ સરકારના પેટનું પાણીએ હાલતું નથી તેવો આક્રોશ વ્યક્ત કરતા મોરબી જીલ્લા કોંગેસ પ્રમુખ બ્રિજેશ મેરજાએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે ખેડૂતોને દારૂણ સ્થિતિમાં ઉગારી લેવા માગણી કરી છે.ગુજરાત ભરમાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતા રસ્તા પર ઉતરી ટેકાના ભાવ લેવા માટે સરકાર સામે લડત ચલાવવી pપડે છે.છતા ભાજપ સરકાર ધરાર ખેડૂતોની ઉપેક્ષા કરી રહી છે આને ભાજપ સરકારે રાજકીય મુદ્દો,જીદ કે વટનો પ્રશ્ન ન બનાવી સમગ્ર ખેડૂત આલમના હિતમાં આર્થિક કવચ પેકેજ જાહેર કરવું જોઈએ.તાજેતરમાં મધ્યપ્રદેશના માંન્દ્સૌરમાં ધરતીપુત્રો પોતાના હક માટે લડતા પાંચ ખેડૂતોને ગોળીઓ ધરવી ભાજપ સરકારની ક્રુરતા સામે બ્રિજેશ મેરજાએ ખુબ જ દુઃખની લાગણી વ્યક્ત કરી છે.વધુમાં જણવ્યું હતું કે મોરબી જીલ્લામાં માત્ર વરસાદી ઝાપટા પડ્યા છે ક્યાય વાવણી લાયક વરસાદ થયો નથી.ઉનાળુ પાકમાં પણ સિંચાઈનું પાણી ન મળતા પાક નિષ્ફળ નીવડ્યો છે તેથી ખેડૂતોને કંગાળ સ્થિતિનો સામનો કરવો પડી રહો છે ત્યારે તાત્કાલિક ધિરાણ આપીને ધરતીપુત્રોને ઉગારી લેવાની સરકારની ફરજ છે.તેમજ વહેલી તકે ગુજરાત સરકાર ખેડૂતોના દેવા માફ કરે તેવી માંગણી જીલ્લા કોંગ્રસ પ્રમુખ દ્વારા કરવામાં આવી છે.

