


આજ રોજ મોરબી પાલિકાની ચુંટણી યોજની હતી તેમાં ભાજપનો ભગવો લહેરાયો હતો.મોરબી નગરપાલિકા ચુંટણીનું પરિણામ જાણીને મોરબી જીલ્લા કોંગ્રસ પ્રમુખ બ્રિજેશ મેરજાએ જણવ્યું હતું કે કાઉન્સીલારોનો ચુકાદો કોંગ્રસ ખેલદિલી પૂર્વક સ્વીકાર કરે છે.અને ચોખવટ પણ કરે છે કે કોંગ્રસની લડાઈ તો માત્ર સત્ય ઉજાગર કરવાની અને નગરપાલિકામાં પ્રજાહિતની રખેવાળી થાય તે જોવાની રહી છે.કોંગ્રસ સત્તા ભૂખી નથી પરંતુ લોક ચુકાદાથી બાવનમાંથી બત્રીસ બેઠકો કોંગ્રસને સાંપડેલી જયારે ભાજપને માત્ર વીસ જ બેઠકો મળેલી તેમ છતા ભાજપે જે રીતે નગરપાલિકામાં સત્તા માટે કાવાદાવા કર્યા તે મોરબીની પ્રજા સારી રીતે જાણે છે.તેમજ વધુમાં જણવ્યું હતું કે ભાજપ સત્તા માટે આટલું નીચું ઉતરી શકે તે જાણીને માથું શરમથી ઝુકી જાય છે તેવું લોકોમાં ચેર્ચાયરહ્યું છે.કોંગ્રસની ક્યાંક કચાસ રહી જ્ઞ હશે તો પણ સત્તા માટે ક્યારેય સ્વમાનને ગીરવે મુકેલ નથી.કોંગ્રસના એક કાઉન્સીલર દ્વારા આ બોર્ડ બેઠકની અવધી સામે હાઇકોર્ટમાં દાદ માંગેલી અને બેઠક ચાલુ થાય તે પૂર્વે જ કોંગ્રસના વકીલના જણાવ્યા મુજબ મીટીંગ સામે સ્ટે મેળવેલો પરંતુ ગેપ ઓફ કોમ્યુનિકેશનને લીધે સ્ટે સમયસર ન બજાવાને કારણે કોંગ્રસનીકાયદાકીય લડતની જીત હાલ તો હારમાં ફેરવાય ગઈ છે પરંતુ કોંગેસ તેને પુનઃ પડકારશ અને લોકોની સમસ્યા તથા ભષ્ટાચાર ન થાય તે માટે તકેદારી સેવશે.અંતમાં જણાવ્યું હતું કે ભાજપના ચુટાયેલા નવા સુકાનીઓ તટસ્થ ભાવે લોકોહીતમાં કાર્ય કરે એવી મોરબીની પ્રજા વતી કોંગ્રસ પ્રમુખે અપેક્ષા સેવી છે.

