


મોરબી જીલ્લા કોંગ્રસ પ્રમુખ દ્વારા માળિયા (મી)નું ધોરણ-૧૦નું પરિણામ શિક્ષણ બોર્ડે અટકાવ્યું તે અંગે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવને લેખિતમાં રજૂઆત કરી સવાલ કર્યો છે કે સરકારી તંત્ર માસ કોપી થયાનો રાગ આલેપે છે પરંતુ પરિક્ષા લેતી વખતે યોગ્ય તકેદારી દાખવવાનું કેમ ન સુઝ્યું ? અને હવે માત્ર માસ કોપી થયાની અટકળને આધારે પરિણામ જાહેર ન કરાયું એ તો અનેક હોશિયાર વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા સમાન છે તે જોતા સત્વરે પરિણામ જાહેર કરવા માગણી કરી છે.તેમજ વધુમાં જણવ્યું છે કે ધોરણ-૧૦નું માળિયા (મિ) કેન્દ્રનું પરિણામ શિક્ષણ બોર્ડે અટકાવ્યું છે જેને લીધે આશાસ્પદ છાત્રોનું ભાવી ધુધાણું બન્યું છે અને વાલીઓ પણ ચિંતાતુર બન્યા છે.આ બાબતે જડપથી નિર્ણય કરવા વિનંતી કરી છે.

