Billboard ad 1150*250 Billboard ad 1150*250

લીલાપર રોડ પરની આવાસ યોજનાના બીલ મંજુર કરવા “ વહીવટ” ?

લાંચ રુશ્વત વિરોધી બ્યુરોના નિયામકને કરી લેખિત રજૂઆત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશબાઇ રબારીએ રાજ્યના લાંચ રુશ્વત વિરોધી બ્યુરોના નિયામકને લેખિત પત્રમાં જણાવ્યું છે કે મોરબીના લીલાપર રોડ પર આવાસ યોજનાના મકાનો સંબંધકર્તા એજન્સીએ બનાવેલ છે. જે યોજનામાં વધારાનું કામનું એક્સેસ બીલ રૂપિયા ૧.૪૦ કરોડ છેલ્લા ત્રણ પ્રમુખ અને ચીફ ઓફિસરોએ મંજુર કરેલ નહિ અને પેન્ડીંગ રહેલ આ એક્સેસ બજેટમાં શું કાર્યવાહી થઈ ? ક્યારે થઈ ? તે વિવાદી હોય જે તે પદાધિકારીઓએ મંજુર કરેલ નથી આ બીલ તાજેતરમાં સત્તારૂઢ પ્રમુખ ચીફ ઓફિસરે રૂપિયા ૧.૪૦ કરોડનું બીલ તાબડતોડ મંજુર કરી રકમ પણ ચૂકવાઈ ગયેલ છે. વિવાદી બીલ પાસ કરવા સત્તાવાળાઓએ આશરે ત્રીસ લાખ રૂપિયાની લાંચ લીધી હોવાનું પણ જાણવા મળ્યું હોવાના આક્ષેપ કોંગ્રસ અગ્રણીએ કર્યા છે. આ યોજનાના લાભાર્થીને મકાનનો ડ્રો કરી સોપી આપેલ છે ત્યાર પછી બાકી બીલ કેમ ? આ કામના ટીપી નંબર પડેલ છે કે કેમ ? તેની તપાસ કરવી જરૂરી છે. આ કામનું વાઉચર બનાવેલ છે કે નહિ ? તેમાં કોનો શેરો મારેલ છે તેની તપાસ કરવાની માંગ કરી છે. આ પ્રશ્ને તટસ્થ તપાસ થાય તો સરકારી નાણા ઉચાપતનું ષડ્યંત્ર બહાર આવે તે સંભવ છે. એક્સેસ બજેટ માત્ર લોકોની બનાવટ માટે જ કરેલ છે જેથી એક્સેસ જેવું કોઈ કામ કરાવ્યું નથી જેથી આ મામલે તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat