મોરબી અને માળીયામાં હથિયાર બંધીમાં જાહેરનામાનો ભંગ, 2 ઈસમો ઝડપાયા  

મોરબી અને માળીયામાં હથિયાર બંધીના જાહેરનામાની અમલવારી માટે પોલીસ સતત કાર્યરત છે. છતાં પણ અમુક લુખ્ખા તત્વોને જાણે પોલીસનો ડર ન હોય તેમ ઘાતકી શસ્ત્રો લઇને ફરતા હોય છે. ત્યારે તાજેતરમાં 2 ઈસમો ઝડપાયા છે.

પ્રથમ કિસ્સામાં મોરબીમાં આરોપી હબીબ ઉર્ફે હબલો દાઉદભાઇ માલાણી વીસીપરા મેઇન રોડ ઇમામના ગેઇટ નજીક શારીરિક ઇજા કરી શકાય તેવી છરી કિ.રૂ/- ૧૦/-ની ધારણ કરી સાથે મળી આવ્યો હતો. બીજા કિસ્સામાં માળીયામાં હોનેસ્ટ ચેક પો.સ્ટ પાસે આરોપી સમીરભાઇ ગફુરભાઇ જેડા પોતાના પેન્ટના નેફામાં સ્ટેનલેસ સ્ટીલની એક બાજુ ધાર અણીદાર છરી કિ.રૂ.૧૦/૦૦ ની સાથે ઝડપાયો હતો.

આ બન્ને કિસ્સામાં પોલીસે અનુક્રમે જી.પી.એકટ કલમ ૩૭(૧), ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat