



વાંકાનેરમાં આર્મ્સ એક્ટની અમલવારી માટે પોલીસ સતત કાર્યરત છે. છતાં પણ અમુક લુખ્ખા તત્વોને જાણે પોલીસનો ડર ન હોય તેમ ઘાતકી શસ્ત્રો લઇને ફરતા હોય છે. ત્યારે તાજેતરમાં વાંકાનેરમાં હથીયાર બંધીના ભંગ બદલ 1 ઈસમની ધરપકડ કરવામાં આવી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર સીટી પોલીસની ટીમ અમરસર ફાટક પાસે ચેક પોસ્ટ નજીક નાઈટ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન આરોપી અજય નવઘણભાઈ ફાંગલીયા ઈકો ફોરવીલ નં.GJ-36-AC -4837 પર ત્યાંથી પસાર થતા પોલીસે તેને અટકાવી તેની તલાશી લીધી હતી. જ્યાં આરોપીના કારમાં ડ્રાઈવર સીટ નીચે એક લોખંડનો પાઈપ આશરે સવા ત્રણ ફુટની લંબાઈનો મળ્યો હતો. જેથી પોલીસે હથીયાર બંધી જાહેરનામા ક્રમાંકઃ જે/એમએજી/ક.૩૭(૧)જા.નામુ/વશી-

