બ્રેકીંગ ન્યુઝ :  ભરતનગર નજીક ત્રિપલ અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોત

 

મોરબી માળિયા હાઈવે અકસ્માત ઝોન સમાન બની ગયો છે જ્યાં છાશવારે અકસ્માત સર્જાતા રહે છે જેમાં રવિવાર સાંજના સુમારે ભરતનગર ગામ નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં પાંચ વ્યક્તિના મોત થયાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ છે

મોરબીના ભરતનગર ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયાની જાણ થતા પોલીસ અને ૧૦૮ ની ટીમો દોડી ગઈ હતી જે બનાવ મામલે સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ કાર, બાઈક અને મીની બસ અથડાતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોત થયાની હાલ માહિતી પ્રાપ્ત થઇ છે

અકસ્માતને પગલે સ્થાનિકોના ટોળા એકત્ર થયા હતા સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ માળિયા હૈયાવે પરથી પસાર થતી કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો એક કાર બીજા વાહન સાથે અથડાતા પાંચ લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી મળી છે તેમજ અન્ય ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હોવાનું પણ જાણવા મળ્યું છે

Comments
Loading...
WhatsApp chat