Billboard ad 1150*250 Billboard ad 1150*250

બ્રેકીંગ : નાની સિંચાઈ કોભાંડમાં ધારાસભ્ય અને મળતિયા વકીલની જામીન અરજી કોર્ટે ફગાવી

મોરબી જીલ્લામાં કરોડોના સિંચાઈ કોભાંડમાં ધારાસભ્ય પરશોતમ સાબરીયા અને મળતિયા વકીલની પોલીસે ધરપકડ કર્યા બાદ જેલહવાલે કરવામાં આવ્યા હતા તો આજે આરોપી ધારાસભ્ય અને વકીલે કરેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે

નાની સિંચાઈ કોભાંડમાં હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયા અને મળતિયા વકીલ ભરત ગણેશીયાની ધરપકડ કર્યા બાદ એક દિવસના રિમાન્ડ મેળવીને રિમાન્ડ પૂર્ણ થતા બંનેને જેલહવાલે કરવામાં આવ્યા હતા અને ધારાસભ્ય તેમજ આરોપી વકીલ દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી જોકે કોર્ટે બંનેની જામીન અરજી ફગાવી દીધી છે જેથી ધારાસભ્યને જેલમાં જ રહેવું પડશે તે નક્કી છે

Comments
Loading...
WhatsApp chat