Breaking : મોરબી જીલ્લાના વધુ ચાર ડોક્ટર કોરોનાની ઝપટે, અત્યાર સુધીમાં ૦૯ ડોકટરો કોરોના સંક્રમિત

 

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે કોરોનાની ત્રીજી લહેરમાં કોરોના કેસોનો વિસ્ફોટ જોવા મળી રહ્યો છે જેમાં જીલ્લામાં અગાઉ પાંચ ડોકટરો કોરોના સંક્રમિત થયા બાદ વધુ ચાર ડોકટરો કોરોનાની ઝપટે ચડ્યા છે અને જીલ્લામાં કુલ ૦૯ ડોકટરો કોરોના સંક્રમિત થયાની માહિતી પ્રાપ્ત થઇ છે

મોરબી જીલ્લા પંચાયતના આરોગ્ય શાખાના ચાર ડોકટરો કોરોના સંક્રમિત થયાની માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે અને વધુ ચાર ડોકટરો કોરોના સંક્રમિત થતા હાલ હોમ કોરોનટાઈન હોવાનું જાણવા મળ્યું છે મોરબી જીલ્લામાં અગાઉ વાંકાનેર સિવિલના ૦૩ ડોક્ટર અને હળવદના ૦૨ ડોક્ટર એમ પાંચ ડોકટરોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા તો વધુ ચાર ડોક્ટર સાથે જીલ્લામાં કુલ ૦૯ ડોકટરો કોરોના સંક્રમિત થયા છે

Comments
Loading...
WhatsApp chat