Billboard ad 1150*250

બી.આર.સી.ભવન -મોરબી ખાતે તાલુકા કક્ષાના કલા ઉત્સવની ઉજવણી

0 48
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        બી.આર.સી.ભવન -મોરબી ખાતે મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉજવણી અનુસંધાને જી.સી.ઈ.આર. ટી.ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન -રાજકોટ પ્રેરિત અને બી.આર.સી.ભવન -મોરબી દ્વારા આયોજિત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવવામાં આવેલ.

આ કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા,નિબંધ લેખન સ્પર્ધા,કાવ્ય સર્જન સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન થયું. તાલુકાના જુદા જુદા 18 ક્લસ્ટર કક્ષાએથી પસંદ થઈને આવેલ ધો.6 થી 8 ના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં ભાગ લીધો.નિર્ણાયકો દ્વારા પસંદ થયેલ સ્પર્ધકો હવે પછી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ભાગ લેશે.ભાગ લેનાર તમામ સ્પર્ધકો અને પસંદ થયેલ સ્પર્ધકોને બી.આર.સી.પરીવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા.પ્રથમ,દ્વિતીય અને તૃતિય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનપત્ર અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા.તાલુકા કક્ષાનો કલા મહાઉત્સવ બી.આર.સી.કો.ઓ. સંદીપ બી.આદ્રોજાના માર્ગદર્શન તળે અને બી.આર.સી.પરિવારના સંકલન સભર પ્રયત્નોથી સફળ રહ્યોં.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat