Billboard ad 1150*250 Billboard ad 1150*250

સીઆચેન જ્યાં કુદરતની ક્રુરતા સામે ઝઝૂમે છે ભારતના બહાદુર સૈનિકો

પુસ્તકના લેખકે સીઆચેનની સફર કરાવી

વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર એવા સીઆચેનની રૂબરૂ મુલાકાત લઈને સફારી મેગેજીનના સંપાદક હર્ષલ પુષ્કર્ણાએ સીઆચેન પુસ્તકનું ગુજરાતીમાં પ્રકાશન કર્યું છે જોકે પુસ્તક લખવા ઉપરાંત પોતાના અનુભવો વર્ણવવા માટે સીઆચેન અવેરનેસ ડ્રાઈવ અભિયાન અંતર્ગત આજે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અમદાવાદથી લઈને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ૨૦ જેટલા સીઆચેન જનજાગૃતિ અભિયાન બાદ આજે મોરબી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પુસ્તકના લેખક હર્ષલ પુષ્કર્ણા ઉપસ્થિત રહીને સીઆચેન મુલાકાતના અનુભવો વર્ણવ્યા હતા. આઝાદી બાદથી કાશ્મીર મુદે થઈ રહેલા સંઘર્ષથી લઈને સીઆચેન વિવાદ શા માટે ઉદ્ભવ્યો તેનું સુંદર વર્ણન કરવામાં આવ્યું હતું તો એવરેજ ૧૯૦૦૦ ફૂટની ઉંચાઈ પર જ્યાં કુદરત પણ દુશ્મન બને છે અને કુદરતની ક્રુરતાથી સતત ઝઝૂમવું પડે તેવી પરિસ્થિતિથી આમ નાગરિકોને વાકેફ કરવામાં આવ્યા હતા. સીઆચેનની ઉંચી પહાડી પર પ્રથમ શહીદ એવા ગુજરાતી મેજરને સ્ટેન્ડિંગ ઓવેશન આપવા ઉપરાંત આ ક્ષેત્રમાં ફરજ બજાવી ચુકેલા એક જવાન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે મોરબીમાં દેશભક્તિનો અનેરો માહોલ છવાયો હતો તો દેશના જવાનોના બલિદાનની ગાથા સાંભળીને નાગરિકોની આંખો ભીંજાઈ હતી. વિષમ પરિસ્થિતિમાં ઝઝૂમીને માતૃભુમીની રક્ષા કાજે પ્રાણોની આહુતિ આપતા વીર જવાનોના સંઘર્ષને સૌ કોઈને પુસ્તકના લેખકની જુબાનીથી સાંભળ્યો હતો અને અનુભવ્યો હતો. કાર્યક્રમમાં મોરબી સિરામિક એશો.ના પ્રમુખ કે.જી.કુંડારિયા, નીલેશભાઈ જેતપરિયા સહિતના આગેવાનો તેમજ વિવિધ શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સફારીના સંપાદક અને આ છે સીઆચેનના લેખક હર્ષલ પુષ્કર્ણાનું ફૂલહારથી સ્વાગત અગ્રણી પત્રકાર રોહનભાઈ રાંકજાએ કર્યું હતું. કાર્યક્રમમાં એન્કર તરીકે રવીન્દ્રભાઈ ત્રિવેદીએ સેવા આપી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

 

Comments
Loading...
WhatsApp chat