


મોરબીમાં હનીટ્રેપ મારફત યુવાન પાસેથી રૂપિયા ખંખેરનાર ગેંગના પોલીસકર્મી સહીત બે આરોપીઓ ઝડપાયા બાદ આજે તેણે રિમાન્ડની માંગણી સાથે રજુ કરતા તા. ૩૦ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે જયારે અન્ય એક મહિલા આરોપીને ઝડપી લઈને જેલહવાલે કરી છે.
ફરિયાદી સતિષ શિવલાલ જીવાણી રહે ન્યુ ચંદ્રેશનગર, પંચાસર રોડ મોરબીવાળા યુવાનને આરોપી મનોજ બોરીચાએ સ્નેહા નામની છોકરીને ફરિયાદીનો મોબાઈલ નંબર આપ્યો હતો અને યુવતીએ વાતચીત કરીને તેને મુલાકાત કરવાનું કહીને ગત તા. ૨૫ ના રોજ ખાખરાવાળી મેલડી મંદિર જવાના રસ્તે બોલાવ્યો હતો ત્યારે આરોપી કિશોર હુંબલ પોલીસવાળો અને એક અજાણ્યો ઈસમ એ બંને સ્વીફ્ટ કારમાં આવીને તેને ઢીકા પાટૂ માર મારી અપહરણ કરી ગાડીમાં લઇ જઇને આરોપી કિશોર હુંબલ તેને પોલીસ કેસ કરવાની ધમકી આપી રોકડ 80,000 રૂપિયા પડાવી ગયાની ફરિયાદ નોંધાવી હતી
જે ફરિયાદ બાદ તાલુકા પોલીસની ટીમ હરકતમાં આવી હતી અને આરોપીને આજે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડની માંગણી સાથે રજુ કરતા આરોપીને તા. ૩૦ સુધીના રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે જયારે મહિલા આરોપી ઉર્વશી ઉર્ફે સ્નેહા ચૌહાણ (ઊવ ૨૧) રહે. વાઘપરા મોરબી નામની મહિલા આરોપીને ઝડપી લઈને તેણે જેલહવાલે કરવામાં આવી છે.

