Billboard ad 1150*250 Billboard ad 1150*250

ટંકારાના હરીપર નજીક અકસ્માત સર્જી ફરાર થયેલ બોલેરો ચાલક ઝડપાયો

 

ટંકારા તાલુકાના હરીપર ગામ નજીક શ્રમિકને ઠોકરે ચડાવી મોત નીપજાવીને ફરાર થયેલા બોલેરો કાર ચાલકને ટંકારા પોલીસ ટીમે રાજકોટ ખાતેથી ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના હરીપર ગામ નજીક ગત તા. ૦૪ ના રોજ રોડ પર કામ કરી રહેલા શ્રમિકોને અડફેટે લેતા રાકેશકુમાર ડોડીયા નામના શ્રમિકનું મોત થયું હતું તો અન્ય એકને ઈજા પહોંચી હતી જે અકસ્માત સર્જી સફેદ બોલેરો પીકઅપનો ચાલક નાસી ગયો હતો જેથી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જેમાં પોલીસની ટીમો બનાવી VISWAS પ્રોજેક્ટ અંતર્ગત લાગેલ મોરબી શહેરમાં સીસીટીવી કેમેરાની મદદથી બોલેરો કાર જીજે ૩૬ ટી ૫૪૪૯ જણાઈ આવતા પોકેટ કોપમાં સર્ચ કરતા વાહનમાલિક આરોપી વિનોદ જેસંગ બરારીયા રહે શિવનગર શેરી નં ૦૭ ગોંડલ રોડ રાજકોટ વાળો હોવાનું ખુલતા આરોપીને રાજકોટ ખાતેથી ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે

જે કામગીરીમાં ટંકારા ઇન્ચાર્જ પીએસઆઈ એસ એમ રાણા, એ વી ગોંડલીયા, પ્રકાશભાઈ ડાંગર, વિજય બાર, વિપુલભાઈ બાલાસરા, હિતેશ ચાવડા, બીપીનકુમાર અમરશીભાઈ, સિદ્ધરાજસિંહ જાડેજા, સિદ્ધરાજસિંહ ઝાલા, ખાલીદ રફીકખાન અને અનીલ હરિભાઈ સહિતની ટીમ જોડાયેલ હતી

Comments
Loading...
WhatsApp chat