



મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલા આઈ.ટી.આઈ નજીક આજે એક બોલેરો કાર સળગી ઉઠી હતી. કારના બોનેટમાં ઓચિંતી આગ લાગતા કારમાં નુકશાની થવા પામી હતી જોકે કારના ચાલકે સમય સુચકતા વાપરીને સમયસર ઉતરી જતા કોઈ જાનહાની થવા પામી ના હતી. તેમજ કારમાં આગ ક્યાં કારણોસર લાગી તે તપાસ બાદ જાણી શકાશે.

