Billboard ad 1150*250

વાંકાનેરના પીપરડી ગામ નજીક કેમિકલ કંપનીમાં બોઈલર ફાટ્યું, ૪ ના મોત

0 188

વાંકાનેર નજીક આવેલ પીપરડી ગામ નજીક રાત્રીના દર્દનાક ઘટના બની હતી જેમાં કેમિકલ ફેકટરીનું બોઇલર ફાટતા 4 લોકોના મૃત્યુ નિપજ્યા હતા

વાંકાનેરના પીપરડી ગામ નજીક આવેલ દેવ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં રાત્રીના 8 વાગ્યા આસપાસ હૃદય કંપવાનારી ઘટના બની હતી આ ઇન્ડસ્ટ્રીઝ કેમિકલની હોય જેમાં 8 વાગ્યા આસપાસ કંપનિમાં બોઇલર ફટયા હતા જેમાં 12 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા તો 3 થી 4 જેટલા લોકો ફસાયા હતા જેમાં 4 લોકોમાં મૃત્યુ નિપજ્યા હતા.જેના નામ દયાનંદ, બબલુ અને મુકેશ હોવાની માહિતી મળી હતી તો બોઇલર ફાટતા આગ પણ લાગો હોય જેની જાણ મોરબી ફાયરની ટીમને કરવામાં આવ્યા મોરબી અને રાજકોટ ફાયરની ટીમે સ્થળ પર દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો હતો તો ઘટનાની જાણ થતાં વાંકાનેર ડે મામલતદાર અને રાજકોટ પોલીસ કમિશ્નર સહિતના દોડી ગયા હતા

તો કેમિકલના બોઇલરનો બ્લાસ્ટ એકલો ભયાનક હતો કે એક કિલો મીટર સુધી કેમિકલ અને પતરા ઉડ્યા હતા.હાલ તમામ ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલ.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો મૃતદેહોને પણ રાજકોટ પી એમ માટે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી છે તો રાજકોટ પોલીસ અને જીપીસીબીની ટિમ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat