



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબી જીલ્લામાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોય તેવું જણાઈ રહ્યું છે છાશવારે પોલીસ દ્વારા બોગસ તબીબોને ઝડપી લેવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે જેમાં આજે ફરીથી એસઓજી ટીમે ઢુવા ચોકડી નજીક માટેલ રોડ પર ડીગ્રી વિના દવાખાનું ચલાવતા બોગસ તબીબ અને કમ્પાઉન્ડરને ઝડપી લઈને દવાનો જથ્થો જપ્ત કરાયો છે
મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી એસઓજી પીઆઈ એસ એન સાટીના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે તબીબ અધિકારી ડો. ટી એન શેરશીયા પીએચસી પીપળીયા રાજને સાથે રાખીને વાંકાનેરના ઢુવા નજીક માટેલ રોડ પરના શક્તિ ચેમ્બરમાં માનવ કલીનીક નામના દવાખાનામાં તપાસ કરતા આરોપી દિલીપ ચંદુભાઈ પરસાણીયા રહે ઉમા ટાઉનશીપ મોરબી વાળો સર્ટીફીકેટ કે ડીગ્રી વગર દવાખાનું ચલાવી દર્દીઓને દવા આપતો હોય તેમજ અન્ય આરોપી કિર્તીભાઈ ડુંગરભાઈ ડોડીયા રહે મૂળ કાંકરેજ બનાસકાંઠા વાળો કમ્પાઉન્ડર તરીકે દવાખાનું ચલાવી મેડીકલ પ્રેક્ટીસ કરી સારવાર માટે આવતા દર્દીઓને દવા આપતા હોય બંને આરોપીને દબોચી લેવાયા છે
અને એસઓજી ટીમે દવાખાનામાં દવાનો જથ્થો તેમજ સાધનો સહીત કુલ ૧,૨૦,૨૩૭ ની કિમતનો મુદામાલ જપ્ત કરી મેડીકલ પ્રેકટીશનર એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરીમાં એસઓજી ટીમના અનિલભાઈ ભટ્ટ, શંકરભાઈ ડોડીયા, કિશોરભાઈ મકવાણા, જયપાલસિંહ ઝાલા, ભરતસિંહ ડાભી અને નરેન્દ્રસિંહ જાડેજા રોકાયેલ હતા



