

મોરબી પંથકમાં ગંભીર કહેવાતા ગુન્હાઓ હવે સામાન્ય બની રહ્યા હોય છે મોરબી પંથકમાં લૂંટ અને હાત્યા જેવા ગંભીર અપરાધો સાથે સ્ત્રી અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે મોરબીના રણછોડનગર વિસ્તાર સાડા ચાર વર્ષની માસૂમ બાળકી સાથે શારીરિક અડપલા કર્યાની માતાએ ફરિયાદ નોંધાવી છે.
મોરબીના રણછોડનગર વિસ્તારના રહેવાસી શ્રમિક પરિવારની સાડા ચાર વર્ષની માસૂમ બાળકી પર કૌટુંબિક સગાએ જ નજર બગાડી હતી જેમાં આરોપી ભગવાનજી હીરાભાઈ વઘોરા રહે. બૌદ્ધનગર, નજરબાગ રેલ્વે સ્ટેશન મોરબી નામનો શખ્સ રણછોડનગરમાં તેમના સગાના ઘરે ગયો હોય ત્યારે માસૂમ બાળકીનો પિતા સિરામિકમાં મજુરી ગયો હતો અને માતા ઘરકામ કરતી હતી અને બાળકીની માતા થોડી કામ બાબતે અહી તહી થતા હવસખોર શખ્શે લખણ ઝળકાવ્યા હતા અને માસૂમ બાળકી પર નજર બગાડી હતી માતા પરત ફરી તો તેના પગ નીચેથી જમીન જ સરકી ગઈ કારણકે બાળકી સાથે આ શખ્શ શારીરિક અડપલા કરતો હતો
સાડા ચાર વર્ષની દીકરી સાથે ચેનચાળા કરી પોતાની હવસ સંતોષતો જણાય આવતા માતા ગુસ્સે ભરાઈ હતી અને તુરંત આરોપીને ધક્કો દઈને હડસેલી દઈને બાદમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી મોરબી બી ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ છેડતી અને પોસ્કો એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે તો માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.