

મોરબીના કાલિકા પ્લોટ અને મૂળ અમરાપર ગામના રિક્ષા ડ્રાઈવિંગનો ધંધો કરતા મનોજભાઈ ભગવાનજીભાઈ રગીયા મોરબી એ.ડીવીઝન પોલીસ મથકમાં ગત તા.૨૯ના રોજ ફરિયાદ નોંધાવી છે કે તેમના પિતા માતાજીના ભુવા હોય અને તેઓનો મઢ અમરાપર ગામે આવેલ હોય જ્યાં તેઓ અવારનાવર દર્શન કરવા જતા હોય તે હમીરભાઈ લખમણભાઈ રગીયા અને તેજાભાઈ લખમણભાઈ રગીયાને ગમતું ન હોય તેમજ મનોજભાઈના પિતા સાથે વારંવાર બોલાચાલી થતી હોય આ અગાઉ તેજાભાઈએ મનોજભાઈ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરે હતી તેની રીસ રાખીને મનોજભાઈને પંચાસર ચોકડીથી સ્મશાન પાસે હમીરભાઈ અને તેજાભાઈએ લાકડી થી મનોજભાઈને મારમારી ઈજા કરી હતી તથા અન્ય બે અજાણ્યા આરોપીએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાય છે.જે મામલે પોલીસે ગુનો દાખલ કરી ચારેય આરોપીની ધરપકડ કરી છે.