


હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સવારે 9 થી 1 ની વચ્ચે સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હળવદના તમામ વર્ગ ના લોકો અને ખાસ યુવાનો એ ઉત્સાહભેર સ્વૈચ્છીક રક્તદાન કર્યું હતું.જેમાં ૧૩૫ બ્લડની બોટલ જમા થઇ હતી અને જમા થયેલ તમામ બ્લડની બોટલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગ માં લેવાશે જેથી લોહી ની જરૂરિયાત હોઈ તેવા દર્દીઓ ને રાહત થશે અને કોઈ દર્દી ની જિંદગી પણ સમયસર લોહી મળી જવાથી બચી શકશે. સ્વૈચ્છીક રીતે રક્તદાન કરવા આવેલ સર્વે રક્તદાતાઓ નો વિશ્વ હિંદુ પરિષદ-બજરંગદળ આ તકે આભાર માન્યો હતો.