

મોરબીની પીજી પટેલ કોલેજ અને HDFC બેંકના સંયુક્ત ઉપક્રમે તા. ૩૦ ને શુક્રવારના રોજ સવારે ૯ થી બપોરે ૩ કલાક સુધી પીજી પટેલ કોલેજ મોરબી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી સંસ્કાર બ્લડ બેંક સેવા આપશે રક્તદાન કેમ્પમાં યુવાનોએ મોટી સંખ્યામાં જોડાવવા માટે કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા અને સંસ્થાના આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટે અનુરોધ કર્યો છે