Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના સિંધી સમાજ અને યુવા આર્મી ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીમાં શ્રી સિંધી સમાજ અને યુવા આર્મી ગ્રુપ મોરબીના સહકારથી સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું અને કેમ્પના અંતે મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું.

કોરોના મહામારી વચ્ચે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે અને હવે ૧૮ થી ઉપરના તમામ નાગરિકોને રસીકરણ થવાનું છે ત્યારે મહામારીમાં લોહીની અછત ના સર્જાય તે માટે રસીકરણ પૂર્વે જ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો મોરબીમાં શ્રી સિંધી સમાજ અને યુવા આર્મી ગ્રુપ દ્વારા મોરબીની સંસ્કાર બ્લડ બેંક ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો સવારથી સાંજ સુધી ચાલેલા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કરીને કેમ્પને સફળ બનાવ્યો હતો રક્તદાન કેમ્પને સફળ બનાવવા સિંધી સમાજના મુરલીભાઈ તુલસીયાણી, કનુભાઈ સુખદેવ, તુલસીભાઈ ભોજવાણી અને દીપક મંગે સહિતના અગ્રણીઓ તેમજ યુવા આર્મી ગ્રુપના સભ્યોએ જહેમત ઉઠાવી હતી

Comments
Loading...
WhatsApp chat