Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીની સિવિલ હોસ્પિટલમાં રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીનારામ રહીમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સેવાભાવી સંસ્થા દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં યુવાનોએ રક્તદાન કર્યું હતું

મોરબીના રામ રહીમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું અને ત્રણ કલાકના કેમ્પ બાદ ૨૧ બોટલ રક્તની એકત્ર કરવામાં આવી હતી કેમ્પને સફળ બનાવવા રામ રહીમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હુશેનભાઈ, ઉપપ્રમુખ મનુભાઈ ભરવાડ, સહ મંત્રી રાજુભાઈ દવે અને મુસાભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી

Comments
Loading...
WhatsApp chat