મોરબીની પોસ્ટ ઓફિસમાં અંધેર વહીવટ, ગ્રાહકોમાં અસંતોષનો ભભૂકતો રોષ

મોરબીની પોસ્ટ ઓફિસમાં અંધેરી નગરી જેવો વહીવટ હોવાની અનેક ફરિયાદો જોવા મળતી હોય છે જેમાં તાજેતરમાં પોસ્ટ ઓફિસમાં રીકરીંગ ખાતામાં પુરા રૂપિયા ભર્યા હોવા છતાં એક બે હપ્તા ભર્યા નથી તેવા જવાબો આપીને પરેશન કરવામાં આવી રહ્યા છે જેથી ગ્રાહકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

મોરબીની પોસ્ટ ઓફિસમાં એજન્ટ તરીકે કામ કરતા જયશ્રીબેન કૈલાએ રીકરીંગ માટે છેલ્લા સોળ વર્ષથી કામ કરી રહ્યા છે અને શક્તિ પ્લોટ પોસ્ટ ઓફિસમાં તેણે દસ ગ્રાહકોના રૂપિયા રેગ્યુલર ભર્યા છે પોસ્ટની બુકમાં પણ આ રકમ જમા લેવાઈ છે તેવા પોસ્ટના સહી સિક્કા હોવા છતાં શક્તિ પ્લોટ પોસ્ટ ઓફીસ બંધ થતા તમામ વહીવટ હેડ પોસ્ટ ઓફીસ હસ્તક આવી ગયો હોય

ગ્રાહકોની મુદત પૂરી થતા દસ ગ્રાહકોના હપ્તા ઓછા છે તેમ કહીને પોસ્ટ ઓફિસે હાથ ઊંચા કરી દીધા છે જેથી ગ્રાહકોમાં રોષ ફેલાયો છે. મોરબી પોસ્ટ ઓફિસમાં આવા અનેક પ્રશ્નો અને ફરિયાદો ઉઠવા પામી છે અને ગ્રાહકોને તેણે પોતાના રૂપિયા મળતા ના હોય જેથી લોકોનો પોસ્ટ વિભાગ પરથી ભરોસો પણ ઉઠી રહ્યો છે અને કેન્દ્ર સરકારના આ વિભાગમાં લોલમલોલ ચાલતું હોય તેવા પ્રહારો કરીને યોગ્ય કરવાની માંગ સાથે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.

Comments
Loading...
WhatsApp chat