Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ દ્વારા જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરાયા

 

હાલ મોરબી સહીત સમગ્ર દેશમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે અને ઠંડીનો પ્રકોપ દિનપ્રતિદિન વધી રહ્યો છે ત્યારે મોરબીની સેવાભાવી સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા

મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ નામની સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપની મહિલાઓ દ્વારા ધાબળાનું વિતરણ કરાયું હતું ઠંડીનું જોર વધી રહ્યું છે ત્યારે સંસ્થા દ્વારા શહેરમાં જરૂરિયાતમંદ લોકોને ૪૫ જેટલા ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા શહેરના મુખ્ય માર્ગો પર અને હોસ્પિટલ આસપાસમાં સુતેલા લોકોને ધાબળા વિતરણ કર્યા હતા

Comments
Loading...
WhatsApp chat