



મોરબી જિલ્લાના મચ્છુ 02 ડેમ, બ્રાહ્મણી ડેમ 01 અને 02 ની આસપાસના ગ્રામ્ય વિસ્તારને પીવાના પાણી માટે તેમજ ખેતી માટે ડેમમાં નર્મદાનું પાણી ભરવાની તાકીદે જરૂર હોય. જેથી સમસ્યાના નિરાકરણ માટે તાકીદે નર્મદા ડેમથી પાણી છોડવા માટે ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને રજૂઆત કરવામાં આવી છે
મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારા દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યું છે કે આ વર્ષે વરસાદ ખૂબ ઓછો પડેલ હોય ખેડૂતોના મુરજાઈ રહેલા પાકને પિયત કરવા ધરતીપુત્રો ચાતક નજરે વરસાદની અને નર્મદાનાં પાણીની રાહ જોઈ રહ્યા હોય તેમજ પીવાના પાણીની પણ જરૂરિયાત હોય, આ સમસ્યા હલ કરવા વહેલી તકે નર્મદાનું પાણી છોડવાની જરૂરિયાત ઊભી થયેલ છે.
આ વિષય સંદર્ભે જણાવાનું કે નર્મદા નદીના ઉપરવાસ વિસ્તાર એટલેકે નર્મદા નદીના શ્રાવ વિસ્તાર મધ્યપ્રદેશમાં તાજેતરમાં જ ખૂબ સારો વરસાદ થયેલ હોય. નર્મદા ડેમમાં નવા પાણીની આવક પણ શરૂ થયેલ છે. તેથી ધરતીપુત્રોના પાકને જીવતદાન મળે માટે તાત્કાલિકના ધોરણે નર્મદા ડેમમાંથી પાણી છોડવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ હોવાનું મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય પ્રભારી વિજયભાઇ લોખીલની યાદીમાં જણાવામાં આવ્યું છે




