


પંડિત દીનદયાલ ઉપાધ્યાય જન્મ શત્તાબદી મહોત્સવ અંતર્ગત મોરબી જીલ્લાના ૭૫૧ બુથના દરેક વિસ્તારકો દરેક બુથમાં જઈને બુથ લેવલની કામગીરી કરવામાં આવી રહી છે.જેમાં આજે મોરબી જીલ્લા ભાજપ મહિલા મોરચાના બહેનો મોરબી શહેરના બુથમાં વિસ્તારક તરીકે જઈને વોર્ડના બાળકોને રંગપુરણી અને વન મીનીટની વિવિધ ગેમ રમાડીને વેકેશનમાં ખુબ આનંદ કરાવ્યો હતો.તેમજ તેમની માતાઓને કેન્દ્ર તથા ગુજરાત સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરી હતી.મંજુલાબેન દેત્રોજા સહિતના કાર્યકરોએ આ આભિયાનમાં ઉપસ્થિત રહ્યા હતા.

