Billboard ad 1150*250

ભાજપની રાજ્યસભાની ૩ સીટો જીતવાની પ્રયાસો નિષ્ફળ રહ્યા

0 360

રાજ્યસભાની ત્રણ બેઠકો પરની ચૂંટણીમાં કલાકો વીત્યા છતાં મતગણતરી પૂર્ણ થઇ શકી નહોતી.કોંગ્રેસે રાઘવજી પટેલ અને ભોળાભાઇ ગોહેલનો મત રદ કરવાની માગણી સાથે ચૂંટણીપંચમાં વાંધો ઉઠાવ્યો હતો. જેમાં મામલો છેક દિલ્હી સુધી પહોંચ્યો છે. અને ભાજપના દિગ્ગજ નેતાઓ દોડતા થઇ ગયા હતા.પરંતુ આખરે ચૂંટણી પંચે ફેંસલો કોંગ્રેસ પક્ષ તરફ સંભળાવ્યો ત્યારે ભાજપ નો ફુગ્ગો ફૂટ્યો અને મત ગણતરી બાદ અહમદ પટેલનો ૪૪ મતથી વિજય થયો આ સાથે જ  બળવંતસિંહની હાર થઇ હતી તો આ બાબતે મોરબી જીલ્લા પંચાયત ના કોંગી અગ્રણી મહેશ રાજકોટિયા જણાવ્યું હતું કે ગુજરાત મા હિટલરશાહી આદરી ને ભાજપ દ્વારા ઘણા દિવસોથી અહમદ પટેલને હરાવવા માટે અવનવા ખેલ ખેલાઈ રહ્યા હતા જેમાં શંકરસિંહ વાઘેલાએ પણ ભાજપને સાથ આપ્યો હતો.ઘણા કોંગ્રેસ ધારાસભ્યો એ પણ અહમદ પટેલને હરાવવા પક્ષ પલટો કરી ને મરણીયા પ્રયાસો કર્યા હતા.આ શાતીર ચાલના માસ્ટર માઈન્ડ એવા અમિત શાહની ગેમ પણ આખરે ફેઈલ સાબિત થઇ અને કોંગી રાજ્યસભા ના ઉમેદવાર અહેમદ પટેલની જીત થઇ છે

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat