

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
કોર્ટમાં રજુ કરતા બે દિવસના રિમાન્ડ મંજુર
મોરબીના ચકચારી સિંચાઈ કોભાંડમાં ભાજપના અગ્રણીનું નામ ખુલ્યું હતું અને લાંબા સમય બાદ આખરે ભાજપ મહામંત્રીની ધરપકડ કરવામાં આવી હતી જેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોપવાનો આદેશ કર્યો છે
મોરબી જીલ્લાના નાની સિંચાઈ કોભાંડમાં અગાઉ હળવદના ધારાસભ્ય, નિવૃત ઈજનેર અને વકીલની ધરપકડ કરવામાં આવી હતી અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ કરોડોના કોભાંડમાં સઘન તપાસને પગલે જીલ્લા ભાજપ મહામંત્રી ઘનશ્યામ ગોહિલનું નામ ખુલવા પામ્યું હતું અને ધરપકડથી બચતા ફરતા હોય જોકે આખરે પોલીસે ભાજપ મહામંત્રીની ધરપકડ કરી હતી અને મોરબી એ ડીવીઝન પોલીસને સોપ્યા હતા ત્યારે ઝડપાયેલ આરોપીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે મંગળવાર સુધીના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે જે રિમાન્ડ દરમિયાન અન્ય નામો પણ ખુલે તેવી સંભાવના જણાઈ રહી છે



