Billboard ad 1150*250

ટંકારા તાલુકાના ટોળ ગામનું તળાવ પાણીથી ભરવા ભાજપ અગ્રણીની રજૂઆત

0 778

ટંકારા તાલુકાના ટોળ ગામનું તળાવ પાણીથી ભરવામાં આવે તેવી માંગ ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે
ભાજપના બક્ષીપંચ મોરચા પ્રમુખ ઘેલાભાઈ ફાંગલીયાએ પાણી પુરવઠા બોર્ડ, કલેકટર તેમજ સાંસદ સભ્યને રજૂઆત કરી જણાવ્યું છે કે ટંકારા તાલુકાના ટોળ, અમરાપર તથા કોઠારીયા ગામમાં 3000 થી વધુ પશુઓની સંખ્યા છે. આ પશુઓને પીવાના પાણીની કોઈ સુવિધા નથી. ટોળ પાસે તળાવ આવેલ છે. જે કોઠારીયા અમરાપર ગામને ઉપયોગી છે. ટોળ ગામનું તળાવ મચ્છુ 1 ડેમમાંથી કેનાલ મારફત પાણીથી ભરવામાં આવે તો પશુધનની તરસ છીપાવી સકાય છે જેથી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat