Billboard ad 1150*250

ભાજપ આહીર સમાજ સાથે અન્યાય કરી રહી છે.: પ્રશાંત આહીર

0 571

અખિલ ભારતીય યદુવંશી મહાસભાના પ્રમુખ પ્રશાંત આહીર દ્વારા જણાવ્યું છે કે નર્મદા સિંચાઈ યોજના અંતર્ગત ગુજરાતમાં કેનાલનું પાણી પહોંચાડવાની ઝુંબેશ ચાલે છે પરંતુ મોરબી જીલ્લાના માળિયા તાલુકાના કેટલાક વિસ્તાર પાણીથી વંચિત છે જેમાં સૌથી વધારે નુકશાન આહીર સમાજના તેમજ ઓબીસી વસ્તી ધરાવતા ગામડાને થઈ રહ્યું છે. મચ્છુ ૩ ડેમ પહેલા માળિયા તાલુકામા પિયતનું પાણી સપ્લાય થઈ સકે તે માટે આયોજન કરાયેલ પરંતુ મચ્છુ ૩ ડેમને મોરબી તાલુકાના નિર્માણ આપવાનુ નક્કી જેથી ખર્ચ પણ વધુ થયો અને માળિયા તાલુકાનો અમુક વિસ્તાર પાણીથી વંચિત રહી ગયો. જેથી હાલ પરિસ્થિતિ એવી છે કે વિસ્તારને પિયતનું પાણી ક્યારે મળશે તેનો જવાબ કોઈ આપતું નથી. તે ઉપરાંત જામનગરના પૂર્વે ડે. મેયર અને છેલ્લી પાંચ ટર્મથી ભાજપમાંથી ચૂંટાય આવતા કરશનભાઈ કરમુરને નજીવી બાબતે પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં આહીર સમાજ વસ્તીની દ્રષ્ટીએ ચોથા નંબરની વસ્તી ધરાવતો સમાજ છે પરંતુ હાલમાં ગુજરાત સરકારમાં એકપણ મંત્રી પદ આહીર સમાજના નેતાને આપવાનું ભાજપના યોગ્ય લાગ્યું નથી જેથી ભાજપ નીચેથી ઉપરના માળખામાં દરેક જગ્યાએ અન્યાય કરતી હોવાનું જણાવ્યું છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat