


ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર આવેલું છે અહીં દત દરબાર મંદિર મહાકાલીમાનો ઘુણો આવેલ આ જગ્યા લજાઈ ગામથી ૩ કિમી દુર વગડામા આવેલ છે તેથી આ જગ્યાનું વાતાવરણ રમણીય હોય લોકોનું આકર્ષણનું કેન્દ્ર છે
ભીમનાથ મહાદેવ મંદિરને પ્રવાસન સ્થળમાં મુકવા માટે ૨૦૦૭ માં કરેલી રજૂઆત છતાં હજુ પ્રાથમિક સુવિધાનો લાભ મળતો નથી અને થોડા દિવસ પછી પવિત્ર શ્રાવણ માસનો પારંભ થશે અહીં શ્રાવણ માસ નીમીતે આખો મહીનો રુદ્ર યજ્ઞ થાય છે અને હજારો ભક્તો શિવદશઁન નો લાભ લે છે
ભીમનાથ મહાદેવ મંદિર જવાનો બિસ્માર રોડ રીપેર કરવા અનેક રજુઆતો કરાઈ છે આ રસ્તાને પાકી સડક બનાવવા સ્થાનિક ધારાસભ્યથી લઈને જીલ્લા કલેકટર સુધી રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ કાર્યવાહી ના થતા મહંત સોહંમદત બાપા અને ગાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ ગૌતમભાઈ વામજા અને ગ્રામજનોના સહયોગથી રોડને રીપેર કરી ચાલવા લાયક બનાવવાની કામગીરી ચાલી રહી છે અને લોકો જાતે જ રોડ રીપેર કરી રહ્યા છે તો અગાઉ વાંકાનેરના પાજ ગામ અને મોરબીના ધૂળકોટ ગામના લોકોએ જાતે પુલ બનાવી જાત મહેનત જિંદાબાદનું સૂત્ર અપનાવ્યું હતું તો હવે શિવભકતી કરતા લજાઈ ગ્રામજનોએ અંગે આગેવાનોએ તંત્રની રાહ જોયા વિના જાતે રોડ રીપેરીંગ શરુ કર્યું છે