

રોટરી અને ઇન્ટરેક્ટ તથા ઈંનરવિલ કલબ ઓફ હળવદ દ્વારા સ્વાઇન ફ્લુ જેવા વિવિધ રોગચાળા સામે રક્ષણ આપતા ઉકાળા નુ વિતરણ કરવામાં આવ્યું હતું. અત્યારે ગુજરાત માં બધી જગ્યા અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફલૂ જેવા પ્રાણ ઘાતક રોગે અસનખ્ય લોકોના જીવ લીધા છે.જે બધા માટે ખુબજ ડર અને ચિંતા ની બાબત છે.ત્યારે ગામે ગામ અને ગલીઓ માં આયુર્વેદીક ઉકાળા પીવડાવવાના સ્ટોલ ખુલ્યા છે.રોટરી એ પણ ઉમા સોસાયટીમાં અને રૂદ્ર ટાઉનશીપ ખાતે આજુબાજુ ની બધીજ સોસાયટી ને ઉકાળાનો લાભ મળે એવા હેતુથી સરકારી આયુર્વેદિક દવાખાનાના સહયોગથી આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. જેનો ૭૦૦ લોકોએ લાભ લીધો હતો.આ પ્રોજેક્ટ માં ઈન્ટેક્ટ પ્રેસિડેન્ટ અનંત અઘારા સેક્રેટરી કરણ ચાવડા રાજા,વિજય, શિવમ,સોહમ,જૈમીન,ઈંનરવિલ પ્રેસિડેન્ટ જયશ્રીબેન પટેલ જનકબેન અઘારા વિભૂતિ, રીટાબેન, ગીતાબેન હાજર રહ્યા હતા.